રામ મંદિર વિરુદ્ધ બાબરી મસ્જિદ
-મહંત નાયક
જ્યારે પણ આ મુદ્દે
વાત નીકળે ત્યારે માત્ર 3 પ્રશ્ન જ મગજ મા ઉપજે છે,
જેવા કે....
1) મંદિર અને મસ્જિદ નો વિવાદ “શા માટે?”
2) મંદિર અને મસ્જિદ નો વિવાદ “ કોના માટે?”
3) મંદિર અને મસ્જિદ નો વિવાદ ની “અસર શુ?”
આ પ્રશ્ન ફક્ત આજે
થી જ નહી પણ સદિઓ થી ચાલતો આવ્યો છે, અને કદાચ ચલતો જ રહેવાનો....
ભારત, હા ભારત અને ફક્ત ભારત ઇંડિયા નહિ કારણ કે “ભારત” શબ્દો થી આપણી સંસ્ક્રૂતી
જોડયેલી છે.અને આપણી સંસ્ક્રૂતી એ આપણે એટલુ જ સિખવ્યુ છે કે ભારત એક ધર્મ પ્રધાન
અને સર્વ જાતિ અને ધર્મ ને સાકડી ને રાખતો દેશ છે...
આ ઉપજતા સવલો ના
જવબો મારા હિસાબે આપવનો પ્રયત્ન કર્યો છે, બાકી ભારત ની જનતા
સમજદાર જ છે...
સવાલ પ્રથમ – મંદિર
અને મસ્જિદ નો વિવાદ “શા માટે?”
સૌથી પહેલુ કારણ
જાતિવાદ (હિંદુ મુસ્લિમ ને દબાવા માંગે છે અને મુસ્લિમ હિંદુને) અને જાતિવાદ ને
વધારો આપનાર આપણા દેશ નુ રાજકારણ...
કોઇ પણ રાજકિય
પાર્ટી પોતાના ફાયદા માટે જાતિવાદને વધારો આપી અંદર અંદર ગ્રૂહયુધ્ધ છેડાવી લાભ લઇ
લે છે...
(કેમ,આ દેશ ની પ્રજા આટલી મંદ્બુધ્ધિ ની છે કે પોતાનો સાચો નિર્ણય પોતે નથી
લઇ શકતી?)
કેમ “ભારતની પ્રજા એટલુ નથી સમજી શકતી કે ભગવાન એક છે,
એક છે રામ-રહિમ”
સવાલ 2) મંદિર અને મસ્જિદ નો વિવાદ “ કોના
માટે?”
માની લો કે હિંદુ
રામ મંદિર બની ગયુ અથવા મુસ્લિમ બાબરી મસ્જિદ બની ગઇ,
પછી શુ ?
એક મંદિર કે એક
મસજિદ બની જવાથી દેશ ની આ દરદર ગરીબી નો પ્રશ્ન
હલ થય જશે? , રંગ ભેદ નો આ કાળો ખેલ બંધ થઇ જશે? , ઉચ-નિચ ની સીમાઓ નો અંત આવશે? , અનાથ અને વ્રુધ્ધ ને સહારો મળશે? રોજ નુ રળિયુ કરતા ગરીબો ને બે ટંક નુ પેટ ભર ભોજન મળશે ? શિક્ષા અને રોજગારી મળશે?
આ તો માત્ર પાયા ના
જ પ્રશ્નો છે, આવા હજારો પ્રશ્નો મન મા ઉત્પન્ન થાય, પણ એ પ્રશ્નો ના જવાબ ના તો ભગવાન આપશે કે ના અલ્લાહ...
“ઉપર વાળા એ તો
માત્ર મનુષ્ય જ બનવ્યા છે, અને જાતીવાદ તમે અને મે...”
સવાલ 3) મંદિર અને મસ્જિદ નો વિવાદ ની “અસર શુ?”
આંતરીક જાતિવાદ થી
સૌથી મોટો ફાયદો આતંકવાદ ને જન્મ આપે છે, અને આ આંતરિક લડાઇ રાષ્ટ્રીય
મુદ્દા મા પરિણમે છે અને દેશ ને આર્થિક રીતે નુકશાન પહોચે છે...
“ધર્મ ની લડાઇ નુ પોસ્ટર લગાવી અધર્મની લડાઇ નો ખૂની ખેલ રમાય છે.”
ઉપરવાળા ના નામ પર
થયેલી આ લડાઇ મા નુકશાન કોનુ થયુ ?
જરા શાંત ચિતે વિચાર
જરૂર કરજો..તમને ફક્ત એક જ જવાબ મળશે..”પોતાનુ”
પણ ના આ જવાબ મળે તો
જરા આજુ બાજુ નજર નાખશો તો તમને સાચો જવાબ મળશે, તમારી સાથે પોતાના ધર્મ ની રક્ષા (લોહી વહાવા) આવેલા ભાઇઓ અન્ય ધર્મ
ના ભાઇઓ નુ લોહિ વહાવી રહ્યા છે,સરકારી વ્યવસ્થા ને અવરોધી રહ્યા છે, જાહેર અથવા અંગત સમ્પત્તિ ને નુકશાન પહોચાડી રહ્યા છે.
જ્યારે પણ ધર્મ ના
નામે રાજકિય પક્ષો કે ધર્મ ને વ્યાપાર સમજતા દલાલો જાતિવાદ નો સહારો લઇ હિંસા
ભડકાવા નો પ્રયત્ન કરે ત્યારે માત્ર એક જ સવાલ પોતાના હ્રદય ને પૂછો...
“ જ્યારે એક બાળક ને
મા જન્મ આપે અને પોતાના લોહિ નુ પાણી કરી બાળક ને
મમતા અને કરુણા થી
જતન કરી મોટૂ કરે છે... બાળક ના એક આંશુ થી મા નુ
હ્રદય પિગળી જાય તો તે
બાળક નુ લોહિ થી લથપથ શરીર જોય મા ના હ્રદય પર શુ વિતે ? (હા, કદાચ મ્રૂત્યુ)
એક ક્ષણ વિચારો આપણે
સૌ “ભારત મા ની સંતાન છીએ”
“જ્યારે ધર્મ નુ નામ
આપી એના સંતાનો પોતાના જ ભાઇ-બહેનો ને મોત ને ધાટ ઉતારે અને એ લોહિ થી લુહાણ ધરતિ
નુ પલ્લુ જોય ધરતી મા નો આધાત કેવો ભયાનક થતો હશે?
આવા બિનઉપયોગી
મુદ્દા ને લઇ ને બાળબૂધ્ધિ નુ પ્રદર્શન કરવાને બદલે જરૂરી એવા ધણા મુદ્દાઓ આપણી
સમક્ષ ઉભા છે...જેવા કે દેશ ને કેવી રીતે વિકાસ ની ગતિ એ ઝડપી આગળ વધાવી શકાય?, ગરીબી ને કેવી રીતે પહોચી
વળાય?,
શિક્ષણનુ સ્તર કેવી
રીતે ઉચે લાવી શકાય ?,રોજગારી મા
વધારો? કાળુ નાણુ દેશ ની બહાર જતા કેવી રીતે રોકી શકાય?
Ø
જ્યારે ને લોહિ ની જરૂર પડે ત્યારે બ્લૂડ બેંક
મા શા માટે નથી પૂછતા કે લોહી હિંદુ નુ છે કે મુસ્લિમ નુ?
Ø
ડોક્ટર ને શા માટે નથી પૂછતા તારી જાત શુ છે?
Ø
સરહદ પર પોતાનો જીવ દાવ પર મુકી તમને સુરક્ષિત
રાખતા જવાનો ને શા માટે જાત નથી પુછતા?
“
માણસ છો તો માણસ બનો,
જિવો
અને જિવ્વા દો,
સંગ
મા રહો તો ભંગ ક્યારેય નહિ પડે, અને સંગ ના સમજાય તો તમારા
મનુષ્ય જીવ કરતા હૂ કિડીઓ નુ જિવન વધારે પસંદ કરીશ.”
“હિંદુ મુસ્લિમ પછી સૌ પ્રથમ આપણે
ભારતીય છે.”
વાત
ને અંતે એટ્લુ જ સમજવા જેવુ છે કે “આપણે કોની સાથે છે અને કોની વિરુધ્ધ....”
જય હિંદ
No comments:
Post a Comment