Wednesday, January 11, 2017

અને તે લૂંટારાએ કહ્યું કે, મને તારી રૂપવાન પત્ની અને પાણીદાર ઘોડી આપ || Unbelievable Story ||

Image result for maharaja maharani
 
       જેસલ-તોરલની કથા બહુ જાણીતી છે. કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા અને સતી તોરલની  લોક કથા આજે પણ એટલી જ લોકપ્રિય છે. આ લોકકથા પરથી એક ફિલ્મ પણ બની હતી જેને લોકોએ ખુબ વખાણી હતી.
આ લોકકથા છે 14મી સદીના મધ્ય સમયની. તેનું નામ હતું જેસલ. તે એક  પ્રબળ પરાક્રમીને શક્તિશાળી લૂંટારો હતો. ગમે તે કારણે કે અકારણે લોકોને રહેંસી નાખવા એ તેને મન રમત વાત હતી. પરાક્રમના અભિમાને, વિજયના કેફમાં તે ઉત્તરોત્તર બેફામ બનતો જતો હતો.

જેસલની ઈચ્‍છાનો કોઇ  અંત નહોતો. જે ગમી જાય તે ઝૂંટવીને લેવાની આદત પડી ગઇ હતી. ને એક વાર તેને ગમી ગઈ કાઠિયાવાડના સલડી ગામના સુપ્રસિદ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી ‘તોરી‘ ને તે સાથે જ તેણે જેની ખૂબ પ્રશંસા સાંભળી હતી તે સાંસતિયાજીની અનુપમ રૂપવાન પત્‍ની તોરલ ! જેસલની દાઢ સળકી, ને ગમતાને ઘેર લાવવા તે વિવશ બન્‍યો.

એક રાત્રે...... સાંસતિયાજીને ઘેર જાગ હતો. ભક્તમંડળ ભજનપૂજનમાં મગ્‍ન હતું ત્‍યારે જેસલ છુપાઈને સાંસતિયાજીની ઘોડારમાં પહોંચ્‍યો. અંધારામાં અજાણ્યા આદમીના આગમનથી જાતવાન ઘોડી ચમકી ને જમીનમાંથી ખીલો ખેંચીને ખીલા સહિત ભાગી ગઈ ભગત પાસે.

તો સાંસતિયાજીનો રાવત વ્‍યાકુળ ઘોડીને શાંત પાડીને પાછો ઘોડારમાં દોરી લાવ્‍યો ને ખીલો પાછો જમીનમાં ખોડવા લાગ્‍યો, ત્‍યાં અચાનક અજાણતાં ખીલો ખોડાઈ ગયો ઘાસમાં છુપાઈ રહેલા જેસલના હાથ પર ને જેસલ જડાઈ ગયો જમીન સાથે. પણ નામર્દ દેખાવાના ડરે તેણે ન પાડી ચીસ કે ન કર્યો ચિત્‍કાર. ભયંકર વેદના સહન કરતો તે ત્‍યાં જ પડ્યો રહ્યો.

સાંસતિયાજીની પૂજા પૂરી થઈ. પ્રસાદ વહેંચાયો. પણ થોડો વધ્‍યો. આશ્ચર્ય, કારણ કે એ સ્‍થાનકનો પ્રભાવ જ એવો હતો – વગર માપે કરેલો પ્રસાદ પણ સૌને બરાબર વહેંચાઈ રહે. હાજર હોય એ સૌને પહોંચે. ન ઘટે કે ન વધે. તો આ વધ્‍યો કોના ભાગનો ? ત્‍યાં ઘોડારમાંથી ઘોડીના ધમપછાડા સાંભળી સાંસતિયાજી ઘોડારમાં ગયા. તેમણે જમીન સાથે જકડાયેલા જેસલને જોયો. તેની સહનશક્તિથી તે છક થઈ ગયા. તેને ત્‍યાંથી મુક્ત કર્યો ને સાંસતિયાજી અને તોરલે તેની સરભરા કરી.

પણ જેસલ જેનું નામ. સવાર થયે ઇચ્‍છા વ્‍યક્ત કરી તોરી ઘોડી અને તોરલને લઈ જવાની. સૌને આઘાત લાગ્‍યો, પરંતુ સાંસતિયા તો સાચો સંત. તેના ભકત હ્રદયે શરત મૂકી : જેસલ ભક્તિમાર્ગે વળે તો તેની માગણી તે પૂરી કરશે. જેસલે ઇચ્‍છાના અનિરુદ્ધ દબાણને વશ થઈ તે શરત સ્‍વીકારી. સંતે વચન પાળ્યું ને ઘોડી અને પત્‍નીને આપીને જુલમી ભારાડી જેસલને ભક્તિમાર્ગે વાળવાનો અને ઉદ્ધારવાનો ઈલમ કર્યો. ને જેસલ-તોરલ રાણીને લઈને ચાલી નીકળ્યો.

પણ સંતની નિષ્‍કામ ઉદારતા દીઠી તેમ સતીનો પરચો બાકી હતો. કચ્‍છથી કાઠિયાવાડ આવતાં સમુદ્રની ખાડી ઓળંગવી પડે. જેસલ-તોરલ વહાણમાં ચઢ્યાં. પણ મધદરિયે પ્રચંડ વંટોળ ઊઠ્યો. વિનાશક વાવાઝોડું ફૂંકાયું. વહાણ પ્રચંડ મોજાં પર ફંગોળાવા લાગ્‍યું અને ડૂબું ડૂબું થઈ ગયું. ચોપાસથી ભીંસાતાં મૃત્‍યુ આંખ સામે દેખાતાં ભડ જેસલ પણ ભયભીત થઈ ભાંગી પડ્યો.

સતી તોરલે આ પારખ્‍યું અને જીવન-મૃત્‍યુ વચ્‍ચેની નાજુક ક્ષણે એણે જેસલને જીવનનું રહસ્‍ય સમજાવ્‍યું. સતનો મારગ ચીંધ્યો. જેસલનો હ્રદય-પલટો થયો. વાસના-વ્‍યાકુળ અને સંહારક લૂંટારો સતધર્મી ને સંત બની ગયો. સતીના શબ્દે પ્રગાટાવેલી જ્યોતાના તેજમાં તેણે તલવાર મૂકી એકતારો ઉઠાવ્‍યો ! ‘પાપ તારું પરકાશ જાડેજા....‘ અને ‘જેસલ કરી લે વિચાર‘ જેવાં સુપ્રસિદ્ધ લોકગીતમાં આ કથાને તોરલની જ્ઞાનવાણી અમરત્‍વ પામી છે ને ભજનિકોને કંઠે ઘેર ઘેર ગુંજી રહી છે.

‘.......તારી બેડલીને બૂડવા નહીં દઉં.....જાડેજા રે.....‘  
( વાચકો આ લેખ લોકકથા દ્વારા લેવા મા આવ્યો છે, મહંત નાયક બ્લોગ સાથે કોઇ સમ્બંધ નથી.)


No comments:

Post a Comment

सबसे सच्चा रिश्ता “दोस्ती” - mahant naik

सबसे सच्चा रिश्ता “दोस्ती” “दोस्त वह होता है जो आपके भुतकाल को समझता है। आपके भविष्य पर विश्वास रखता है और आप जैसे हो ...